ગુરુવાર, 7 નવેમ્બર, 2013

TET-I TET-II TAT HTAT

marugujarat

જીવન માં સફળ થવાના ૧૧ સુત્રો

તમે જે કામ આજે કરી શકતા હો તે કદી કાલ પર મુલતવી રાખશો નહી.

તમે જે કામ જાતે કરી શકતા હો તે કયારેય બીજા ને સોંપતા નહી.

તમે જેટ્લુ કમાયા હો તેનાથી વધુ ખર્ચ ક્યારેય કરશો નહી.

ખરેખર જેની જરુર ન હોય તે વસ્તુ ક્યારેય ખરીદશો નહી, પછી ભલે તે વસ્તુ સસ્તા મા મળે.

ગુસ્સો આવે ત્યારે કઈ પણ બોલતા પહેલા મનમા ૧ થી ૧૦ ગણી કાઢ્જો, ગુસ્સો બહુ ભારે હોય તો પુરા ૧૦૦ ગણી નાખજો.

ભુખ અને તરસ કરતા આત્મસંતોષ ને વધુ મહત્વ આપજો.

કોઇ પણ કામ હાથમા લો તો ખુબજ સંભાળી ને હાથ માં લેજો; સમય શક્તિ અને તમારી આવડત નો પુરેપુરો ક્યાસ કાઢી ને હાથ માં લેજો.

કોઇ પણ કામ કેટલી ઝડપે પુરુ કર્યુ છે તેના કરતા કેવી રીતે પુરુ કર્યુ છે તે અગત્યનું માનજો.

ક્વોન્ટૅટી કરતા ક્વોલીટી ને વધુ મહત્વ આપજો.

કોઇ પણ કામ કરો, સ્વેછાએ ઊમળકા થી કરજો, તેમ કરવા થી તમારુ કામ દીપી ઊઠ્શે અને તમને કામ માં રસ પડ્શે.

તમારું કામ કરનાર ની કદર કરતા શીખશો તો તમારા કામ ની કદર થશે, આમ છ્તા સિધ્ધાંત્ એ રાખજો કે બીજા ના સારા કામો ની કદર થાય; તમારા કામ ની કદર થાય તેના કરતા તમારા કામ નો તમને આત્મસંતોષ્ મળે તે વધુ અગત્યનુ છે
MAHENDRASINH CHAUHAN

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો